નરસિંહ મહેતા યુનિવર્સિટીની બીજા સત્રની પરીક્ષાના ત્રીજા દિવસે ૧૪ કોપીકેસ

બે સેશનમાં ૭૨ કેન્દ્રો ઉપર કુલ ૨૨૮૦૨ વિદ્યાર્થીઓમાંથી ૭૪૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા

જૂનાગઢ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા આજે પરીક્ષાના ત્રીજા દિવસે વિવિધ ૭૨ કેન્દ્રો ઉપર બીજા સત્રની બી.એ., બી.એ. (હોમ સાયન્સ), બી.કોમ., બી.એસસી., બી.એસસી.(હોમ સાયન્સ), બી.બી.એ., બી.સી.એ., બી.એસસી.(આઈ.ટી. એન્ડ સી.એ.), બી.એસસી.(ફોરેન્સિક સાયન્સ), બી.એસ.ડબલ્યુ., બી.આર.એસ. ની સેમેસ્ટર – ૪ તથા સેમેસ્ટર – ૫ (રેમેડીયલ)ની પરીક્ષામાં કુલ ૨૨૮૦૨ વિદ્યાર્થીઓમાંથી ૭૪૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં.

દિવસ દરમ્યાન બે સેશનમાં લેવાયેલ પરીક્ષાના ત્રીજા દિવસના અંતે વેરાવળ, ઉના, પોરબંદર, માણાવદર, જામ ખંભાળીયા તથા જૂનાગઢ ખાતે કૂલ ૧૪ કોપીકેસ નોંધાયા હતાં. જેમાં અંગ્રેજીમાં બે, સમાજશાસ્ત્રમાં એક, માઈક્રોબાયોલોજીમાં ત્રણ, કેમેસ્ટ્રીમાં બે, કોમર્સમાં ત્રણ, બી.સી.એ.માં બે તથા બી.એસ.ડબલ્યુમાં એક કોપીકેસ નોંધાયો હતો. વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર અનુભવી પ્રાધ્યાપકોની સ્ક્વોડ, ફ્લાઈંગ સ્કવોડ તથા યુનિવર્સિટી ખાતેથી CCTV દ્વારા ઝીણવટભર્યું મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે.