જૂનાગઢ જિલ્લામાં સેવાસેતુના કાર્યક્રમમાં ૪૦૮૭૯ અરજીઓનું નિરાકરણ

સેવાસેતુમાં રાજયના ૩૩ જિલ્લા પૈકી સૌથી વધુ અરજીઓનુ જૂનાગઢ જિલ્લામાં નિરાકરણ કરાયુ

જૂનાગઢ : સમગ્ર રાજયમાં હાલ સેવાસેતુનો ૮ મો તબક્કો કાર્યરત છે. જેમા તા. ૯ એપ્રિલના રોજ યોજાયેલ સેવાસેતુ કાર્યક્મમાં જૂનાગઢ જિલ્લામા કુલ ૪૦૮૭૯ અરજદારોની અરજીઓનું સ્થળ પર નિરાકરણ કરવામાં આવ્યુ હતુ.

રાજયના ૩૩ જિલ્લા પૈકી સૌથી વધુ ૪૦૮૭૯ અરજીઓ જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નિકાસ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેકટરશ્રી રચિત રાજના માર્ગદર્શન તળે ગત તા. ૯ એપ્રિલના રોજ જિલ્લામાં ૮ સ્થળોએ સેવાસેતુ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં ૧૦૫ થી વધુ ગામોને આવરી લેવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગ્રામ્ય વિસ્તારના લોકોને તાલુકા મથકે તેમના પ્રશ્નો- દાખલા, આધારકાર્ડ, રાશનકાર્ડ જેવી ૫૬ સેવાઓ માટે આવવુ ન પડે એ હેતુથી ગ્રામ્ય વિસ્તારોમાં સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે.