જૂનાગઢના ચોબારી ગામે મકાનમાંથી ૩૩ બોટલ દારૂ ઝડપાયો

જૂનાગઢ : જૂનાગઢના ચોબારી ગામે પોલીસે ગઈકાલે મકાનમાંથી ૩૩ બોટલ દારૂ ઝડપી લીધો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢના ચોબારી ગામે દરગાહ પાસે રહેતા ફીરોજ જુસબભાઇ હાલા પોતાના મકાનમાં ઈંગ્લીશ દારૂ છુપાવી ધંધો કરતો હોવાની બાતમી મળતા જૂનાગઢ પોલીસ સ્ટાફ ગઈકાલે તે મકાનમાં ત્રાટક્યો હતો. જો કે પોલીસના દરોડા દરમિયાન આરોપી હાથ આવ્યો ન હતો.આથી પોલીસે હાલ મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૩૩ કુલ કિ.રુ.૧૬૨૦૦ ના પ્રોહી મુદામાલ કબ્જે કરી હાજર નહી મળી આવેલ આરોપી ફીરોજ જુસબભાઇ હાલાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.