જૂનાગઢમા રામનવમી નિમિતે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા યોજાઈ

શોભાયાત્રામાં જયશ્રી રામના નાદ સાથે હજારોની સંખ્યામાં લોકો જોડાયા

જૂનાગઢ : જૂનાગઢમાં વિવિધ ધાર્મિક સંગઠનો દ્વારા આજે રામનવમીના પાવનપર્વ નિમિતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.આ શોભાયાત્રામાં જયશ્રી રામના નાદ સાથે હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. અત્યાર સુધીની આ સૌથી મોટી શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં.હાથની અંબાળી પર ભગવાન શ્રી રામને બિરાજમાન કરાયા હતા.

ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં અલગ અલગ 30 થી વધુ ફ્લોટ પણ બનાવામાં આવ્યા હતા અને આ ફ્લોટ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સાથે સાથે રામાયણના વિવિધ પાત્રો દર્શાવતા પ્રતિકૃતિઓ પણ બનાવામાં આવી હતી. આ શોભાયાત્રામાં હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દીપેન્દ્ર યાદવ અને મોટી હવેલીવાળા પિયુષબાવા પણ જોડાયા હતા અને જૂનાગઢ શહેરના મોટાભાગના શહેરીજનો ભગવાન રામના દર્શન કરવા માટે રસ્તા ઉપર આવી ગયા હતા. અને આ રથયાત્રાનું જૂનાગઢ શહેરમાં લોકો દ્વારા જુદીજુદી જગ્યાએ સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.