અઢી વર્ષના છોકરાઓની ફી બે લાખ કોઈ કાળે યોગ્ય નથી : પરસોત્તમ રૂપાલા

ગાંઠીલાના ઉમાધામ ખાતે કેન્દ્રીય મંત્રીએ હાસ્યના હુલ્લડ સાથે ભારેખમ શિક્ષણ ફ્રી વિશે તીખી પ્રતિક્રિયા આપી

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના ગાંઠીલાના ઉમાધામ ખાતે યોજાયેલા પાટોત્સવ આજે રાજ્યના મુખ્યમંત્રી સાથે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જનમેદનીને સંબોધતા હાસ્યના હુલ્લડ સાથે ભારેખમ શિક્ષણ ફ્રી વિશે તીખી પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે ગુજરાતમાં નાના બાળકોની ફી બબ્બે લાખ યોગ્ય ન કહેવાય હોવાનું હળવા મૂડમાં જણાવી ગુજરાતમાં શિક્ષણ ફી ભારે હોવાનો એકરાર કર્યો હતો.

ગાંઠીલાના ઉમાધામ ખાતે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કટાક્ષ સાથે શિક્ષણ ફ્રી અંગે ચોકાવનારું નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અઢી વર્ષના છોકરાઓની ફી બે લાખ લેવાય છે. આ “શેડા” મેનેજમેન્ટનો ભાવ બે લાખ હોવાનો કેન્દ્રીય મંત્રીનો ઉલ્લેખ કરીને શિક્ષણને લઈને ચાલી રહેલા ઘમાસણમાં વધુ ફીને લઈને હાલની ખાસ કરીને નાના ભૂલકાઓ રમતને બદલે ભણાવની ઘેલછાનો હોડ અને ભારેખમ ફી વિશે ચાબખા માર્યા હતા.

કેન્દ્રીય મંત્રીએ મુખ્યમંત્રી અને રૂબરૂમાં આટલી બધી ફી ન હોવી જોઇએ તેવું પણ નિવેદન કર્યું હતું અને બે અઢી લાખની ફીમા ઘટાડો થવો જોઇએ તેવી પણ કરી માંગ કરી હતી અને ગુજરાતમાં નાના નાના ભૂલકાઓની બે બે લાખ ફી હોવાનો કેન્દ્રીય મંત્રીએ એકરાર કર્યો છે. તેમજ ગુજરાતમાં શિક્ષણ ફી ખૂબ જ વધારે હોવાનો કેન્દ્રીય મંત્રીએ ઘટસ્ફોટ કરી પહેલાના સમયમાં આટલી બધી ફી ન હોવાનું જણાવ્યું હતું. આવું નિવેદન ખુદ કેન્દ્ર સરકારના કેબિનેટ મંત્રી પરષોત્તમ રૂપાલાએ કરતા તેમના આ નિવેદનથી સરકારમાં હલચલ મચી જાય તેવા એંધાણ પણ વર્તાય રહ્યા છે અને આ મુદ્દો વધુ એકવાર ચર્ચાસ્પદ બને તેવી શક્યતાઓ છે.