જૂનાગઢના વિવિધ વોર્ડમાં સેવાસેતુના કાર્યક્રમમાં ૨૩૧૪ અરજીનો નિકાલ

મહાનગરપાલિકા દ્વારા શહેર કક્ષામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ : રાજય સરકાર ધ્વારા હાથ ધરાતી અનેકવિધ લોકઉપયોગી યોજનાઓ પ્રવૃત્તિઓ તથા વહીવટ પરત્વે પ્રજાજનોના પ્રશ્નોનાં ન્યાયિક ચોકક્સ તથા ઝડપી ઉકેલ માટે રાજય વ્યાપી સેવા સેતુ ” કાર્યક્રમમાં આંઠમાં તબકકાનો પ્રારંભ કરવામાં આવેલ છે. જે અંતર્ગત મહાનગરપાલિકા,જૂનાગઢ દ્વારા શહેરકક્ષાના વોર્ડનં-૯,૧૪,૧૫ની જાહેર જનતા માટે સેવાસેતુ કાર્યક્રમ તા:૦૯/૦૪/૨૦૨૨ નાં રોજ શામળદાસગાંધી ટાઉનહોલ,જુનાગઢ ખાતે યોજાયો હતો.

સેવાસેતુમાં ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા મેયર ગીતાબેન એમ.પરમાર કમિશનર રાજેશ તન્ના સ્થાયી સમિતિ ચેરમેન હરેશભાઈ પરસાણા, કોર્પોરેટર એભાભાઈ કટારા ડે.કમિશનર એમ.કે.નંદાણીયા, નાં વરદ હસ્તે કાર્યક્રમ પ્રારંભ કરવામાં આવ્યો. સેકટરી અને સેનીટેસન સુપ્રી. કલપેશ ટોલીયા ,પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે, વોટર વર્કસ એન્જીનીયર અલ્પેશભાઈ ચાવડા અને ઓફીસ સુપ્રી.જીલેશ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યસરકાર દ્વારા ધ્વારા પારદર્શક,સંવેદનશીલ વહીવટીતંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી રાજય સરકારના વિવિધ વિભાગો તથા મહાનગરપાલિકા તંત્ર ઘ્વારા અનેકવિધ યોજનાઓ,સહાયો,જાહેર સેવાઓને લગતા પ્રશ્નો વગેરે બાબતે કુલ ૨૬ સ્ટૉલ કાર્યરત હતા. સરકારનાં જુદા-જુદા ૧૩ વિભાગોની ૫૬ યોજના હેઠળ લાભ આપવામાં આવેલ જેમાં આધારકાર્ડ નોંધણી,માં અમૃતમકાર્ડ નોંધણી,જન્મ મરણ નોંધણી,સખી મંડળ,જનધન યોજના,મામલતદાર કચેરી ધ્વારા રેશનકાર્ડમાં નામ ફેરફાર આવકના દાખલા જાતીના દાખલા,જુદી જુદી બેંકો ધ્વારા ખાતા ખોલવા,વિજળીકરણ,સ્વરોજગાર યોજના ગુજરાત એસ.ટી.નિગમ ધ્વારા માસીક પારા તથા ઓનલાઈન રીઝર્વેશન વગેરે બાબતોના રટોલ કાર્યરત કરવામાં આવેલ છે. અને વ્યકિતલક્ષી રજૂઆત પણ ધ્યાને લઈ તેનો નિકાલ કરવામાં આવેલ તેમજ આ કાર્યક્રમ દરમ્યાન રાહેરીજનો ધ્વારા જુદા-જુદા વિભાગોની કુલ૨3૧૪ અરજી કરવામાં આવેલ. જેમાંથી તમામ અરજીઓનો સ્થળ ઉપર જ હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં લાભાર્થીઓને લગ્ન નોંધણી નું પ્રમાણપત્ર,જન્મ નું પ્રમાણપત્ર તથા ગુમાસ્તા ધારા હેઠળ પ્રમાણપત્ર,આવક નો દાખલો,માં કાર્ડ, આધાર કાર્ડ જેવી અનેક યોજનાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ ઉપર એનાયત કરવામાં આવેલછે.તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ તેમજ રાજય સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓ અને શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.