બગસરા (ઘેડ) ખાતે રૂ.૧૫ લાખનાં ખર્ચે સિમેન્ટ રોડ બનાવાશે

મંત્રી દેવાભાઇ માલમના હસ્તે ખાતમૂહુર્ત કરાયુ

જૂનાગઢ : માંગરોળ તાલુકાનાં ઘેડ વિસ્તારનાં ગામ બગસરા(ઘેડ) ખાતે રૂા.૧૫ લાખનાં ખર્ચે સિમેન્ટ રોડનું નિર્માણ કરાશે. ગ્રામજનોને વધુ સારા રસ્તાની સુવીધા આપવા આ રોડ બનાવાશે.
બગસરા (ઘેડ) ખાતે પશુપાલન અને ગૈા સંવર્ધન રાજ્યમંત્રી દેવાભાઇ માલમે આ સિમેન્ટ રોડનું ખાતમૂહૂર્ત કર્યુ હતુ. તેમણે આ રોડ સમયમર્યાદામાં પૂર્ણ કરવા સાથે ગુણવત્તાયુક્ત બનાવવા જણાવ્યુ હતુ.

આ ખાતમૂહૃર્ત પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય સોમાતભાઇ વાસણ, અગ્રણી જેઠાભાઇ ચુડાસમા, દાનાભાઇ બાલસ, દાનાભાઇ ખાંભલા, બગસરા ગામનાં સરપંચ, તાલુકા પંચાયતનાં સભ્યો, સહિત અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.