વાહન ધીમુ હાંકો કોઇને મારી નાંખશો તેમ કહેતા બે પિતરાઈ ભાઈને છરી ઝીંકી

જૂનાગઢ નજીક ખોડીયાર મંદીર પાસે ખામધ્રોડ રોડ ઉપર બનેલા બનાવમાં ત્રણ સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : જૂનાગઢ નજીક ખોડીયાર મંદીર પાસે ખામધ્રોડ રોડ ઉપર વાહન ધીમુ હાંકો કોઇને મારી નાંખશો તેમ કહેતા બે પિતરાઈ ભાઈને ત્રણ શખ્સોએ છરી ઝીંકી હોવાનો બનાવ સામે આવ્યો છે. યુવાને ત્રણ શખ્સો સામે હુમલાની ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે ગુન્હો નોંધી ત્રણેયને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જુનાગઢ તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સાહીલ ફારુકભાઇ સંધાર (ઉ.વ.૧૯ રહે.રઘુવીર સોસાયટી ખામધ્રોડરોડ બ્લોક નં.૪૯ જુનાગઢ) એ આરોપીઓ ફોર-વ્હીલ નં GJ-27-K-2552 નો ચાલક તથા બે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે જૂનાગઢ નજીક ખોડીયાર મંદીર પાસે ખામધ્રોડ રોડ ઉપર ફરીયાદીના બુલેટ સામે આરોપીઓએ તેમના હવાલાની ફોર-વ્હીલ નંબર GJ-27-K-2552 ફોરવ્હીલનું કાવુ મારતા ફરીયાદીએ અવાજ કરતા ફોરવ્હીલ ચાલક ફોર-વ્હીલ રીવેર્સમાં લાવી ફરીયાદીએ જણાવેલ કે, વાહન ધીમુ હાંકો કોઇને મારી નાંખશો જેથી એક અજાણ્યો ઇસમ ફોર-વ્હીલમાંથી નીચે ઉતરી તથા પાછળ બેસેલ એક ઇસમ તથા ફોરવ્હીલનો ડ્રાઇવર નીચે ઉતરી ફરીયાદીને ગાળો બોલી ત્રણેય જણાએ ઝપા-ઝપી કરી તે દરમ્યાન ફરીયાદીના કાકાના દીકરા વચ્ચે પડતા તેને ડાબા હાથમાં ખંભાથી કોણી વચ્ચે છરીનો ઘા મારતા તથા ફરીયાદીને પણ એક ઇસમે ડાબા પગની સાથળમાં છરી મારી ફરીયાદી તથા સાહેદને લોહીલુહાણ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા.