માણાવદર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

માણાવદર મામલતદાર કચેરીએ તા.૨૭ એપ્રિલના યોજાશે ફરિયાદ નિવારણ કાર્યક્રમ

જૂનાગઢ : મુખ્યમંત્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં તાલુકા કક્ષાએ તા.૨૭/૦૪/૨૦૨૨ને ગુરૂવારના સવારે ૧૧ કલાકે ફરિયાદ નિવારણ કાર્યક્રમ તાલુકા મથકે યોજાશે. ૧૦ તારીખ સુધીમાં સંબંધીત શાખા-વિભાગોની સંબંધકર્તાની તાલુકા કક્ષાની કચેરીના વડાને પહોંચતા કરવાની રહેશે. જેથી તાલુકા કક્ષાના પ્રશ્નો જે તે તાલુકા મામલતદારને સીધા મોકલવાના રહેશે.
મહેસુલ વિભાગને લગતા પ્રશ્નો મામલતદાર કચેરી, માણાવદર ખાતે તા.૧૦/૪/૨૦૨૨ સુધીમાં જ રજૂ કરવાના રહેશે. તા.૧૧/૪/૨૦૨૨ બાદ આ કચેરીમાં રજૂ થયેલ પ્રશ્નો મે-૨૦૨૨ના કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહીં અને આ તારીખ વિત્યા પછીની કે અસ્પષ્ટ રજૂઆતવાળી અરજી, એક કરતા વધુ વિભાગ, કચેરીના પ્રશ્નો, સુવાચ્ય ન હોય તેવી અરજી, નામ-સરનામા વગરની અરજી, વ્યક્તિગત આક્ષેપોવાળી અરજી, નિતિ-વિષયક પ્રશ્નો, ચાલુ સરકારી કર્મચારીઓના સેવા વિષયક પ્રશ્નો, કોર્ટ મેટર, દિવાની પ્રકારની ખાનગી તકરારો, અપીલ થવા પાત્ર કેસો વાળી અરજી, અરજદારને સ્વયં સ્પર્શતા ન હોય તેવા પ્રશ્નો, અરજદારે તેમની રજૂઆત અંગે સંબંધીત કચેરી/ખાતાનો એકપણ વાર સંપર્ક કર્યા સિવાય પ્રથમ વખત સીધા જ આ કાર્યક્રમમાં રજૂ કરેલ પ્રશ્નો, અગાઉના સ્વાગતા કાર્યક્રમમાં રજૂ થયેલ પ્રશ્નો સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહીં,

માણાવદર મામલતદાર કચેરી ખાતે તા.૨૪/૦૩/૨૦૨૨ને ગુરૂવારના રોજ સવારે ૧૧ કલાકે કચેરીના સભાખંડમાં મામલતદાર અને સંબંધિત ખાતાના અધિકારીઓ અરજદારોને સાંભળશે. જ્યારે અન્ય ખાતાના પ્રશ્નોની ચર્ચા જે તે સંબંધિત વિભાગ/કચેરી ખાતે જે તે કચેરીના વડા કરશે. જેથી આ બાબતે તે કચેરીનો સંપર્ક સાધવાનનો રહેશે.