આદ્યકવિ નરસિંહ મહેતાની ૫૮૪મી તપપ્રયાણ જયંતિ ઉજવાશે

કૃષિ યુનિ.ખાતે તા.૮ એપ્રિલના ભજન સંધ્યા કાર્યક્રમ યોજાશે

જૂનાગઢ : સંત શિરોમણી અને ગુજરાતી ભાષાના આદ્યકવિ નરસિંહ મહેતાની ૫૮૪મી તપપ્રયાણ જયંતિની ઉજવણી તા.૮/૪/૨૦૨૨ના સાંજે ૫-૩૦ કલાકે કૃષિ યુનિ.કેમ્પસના ઓડિટોરિયમ હોલ ખાતે યોજાશે.

નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ અને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.ના સંયુક્ત ઉપક્રમે નરસિંહ મહેતાજીની ૫૮૪મી તપપ્રયાણ જયંતિની ઉજવણી થનાર છે. જેમાં રાજ્યના પ્રસિધ્ધ ગાયક હિતક્વ નાણાવટી અને કલાવૃંદ દ્વારા ભજન સંધ્યા કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. જૂનાગઢના કુલપતિ ડો.ચેતન ત્રિવેદી, જૂનાગઢ મનપા કમિશનર રાજેશ તન્ના, જૂનાગઢ મનપા મેયર ગીતાબેન પરમાર, કૃષિ યુનિ.ના કુલપતિ ડો.એન.કે.ગોટીંયા સહિતના ઉપસ્થિત રહેશે. આ સુરિલી અને ભક્તિસભર સંધ્યામાં ઉપસ્થિત રહેવા નરસિંહમહેતા યુનિ.જૂનાગઢના કુલસચિવ ડો.મયંક સોની, નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ જૂનાગઢના પ્રમુખ શશિન નાણાવટીએ અનુરોધ કર્યો છે.