જૂનાગઢ શહેર અને વંથલી ખાતે તા.૯ એપ્રિલના રોજ સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

જૂનાગઢ : શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે અને વંથલી ખાતે નગરપંચાયત સંચાલિત હાઇસ્કુલમાં તા.૯/૪/૨૦૨૨ના રોજ સવારે ૯ કલાકથી સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. જૂનાગઢ શહેરના સેવાસેતુમાં વોર્ડ ન.૯, ૧૪ અને ૧૫ જ્યારે વંથલીના સેવાસેતુ કાર્યક્રમમાં વોર્ડ નં.૧ થી ૬ના નાગરિકો તેમના પ્રશ્નો, અરજીઓ રજૂ કરી શકશે.