જૂનાગઢ જિલ્લામાં તાલુકા કક્ષાએ કાલે શનિવારે સેવાસેતુ કાર્યક્રમ

જૂનાગઢ જિલ્લાના ૮ તાલુકામાં પ્રાંત અધિકારીની અધ્યક્ષત્તામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

જૂનાગઢ : રાજ્ય સરકારશ્રી દ્વારા વહીવટમાં કાર્યક્ષમતા પારદર્શિતા વધે તેમજ વ્યક્તિલક્ષી ઉકેલ ઝડપથી થાય તે માટે તાલુકા કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. જૂનાગઢ જિલ્લાના ૮ તાલુકામાં તા.૯/૪/૨૦૨૨ના સવારે ૯ કલાકે પ્રાંત અધિકારીની અધ્યક્ષત્તામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.જેમાં પ્રાંત અધિકારી મેંદરડાની અધ્યક્ષત્તામાં મેંદરડા તાલુકાની ઢાંઢાવાડા પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં અરણિયાળાસીમાસી, બરવાળા, રાજેસર, ઢાંઢાવાડા, સમઢીયા ગામનો સમાવેશ થાય છે.

પ્રાંત અધિકારી વિસાવદરની અધ્યક્ષત્તામાં ભેંસાણ તાલુકાના માલીડા પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં મેંદપરા-દુધાળા, વિશળહડમતિયા, કરીયા, સામતપરા, માલીડા, પસવાડા, પાટલા-પાટવડનો સમાવેશ થાય છે.તેમજ વિસાવદર મોટા હડમતીયા પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં પીરવડ, શોભાવડલા લશ્કર, હાજાણી પીપળિયા, કોટડામોટા, નવાણિયા, હડમતીયા મોટા, કાનાવડલા, પીંડાખાઇ મોટી, વિછાવડ, કોટડા નાના, હડમતીયા નાના, પીંડાખાઇ નાની, શિરવાણીયા ગામનો સમાવેશ થાય છે.

કેશોદ પ્રાંત અધિકારીની અધ્યક્ષત્તામાં માંગરોળના બગસરા પ્રાથમિક શાળા ખાતે બગસરા-ઘેડ, ઓસાઘેડ, ફુલરામા, મીતી, હંટરપુર, ભાથરોટ, ઘોડાદર, સરમા, સાંઢા, સામરડા, લાંગડ, થલ્લી, સરસાલી,વિરોલનો સમાવેશ થાય છે.મેંદરડા પ્રાંત અધિકારીની અધ્યક્ષત્તા માળિયહાટીના તાલુકાના ધ્રાબાવાડ પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.જેમાં ધ્રાબાવડ, બરૂલા, લાડુડીગીર, અકાળા ગીર, આછીદ્વા, ચુલડી, બાબરા, લાછડી, ડાંડેરી, જંગરનો સમાવેશ થાય છે.

વંથલી પ્રાતં અધિકારીના અધ્યક્ષત્તામાં માણાવદર તાલુકાના નાકરા પ્રાથમિક શાળામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં સુલતાનાબાદ, કોડવાવ, નાનડીયા, વડાળા, સીતાણા, ભીતાણા, સમેગા, થાપલા, પાદરડી, નાકરાનો સમાવેશ થાય છે.કેશોદ પ્રાંત અધિકારીની અધ્યક્ષત્તામાં કેશોદ તાલુકાના સીલોદર પ્રાથમિક શાળામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં ભાટ સીમરોલી, બાવા સીમરોલી, ચર, સીલોદર, મોટી ઘંસારી, નાની ઘંસારી, કેવદ્રા, એકલેરા, પાણખાણ, કોયલાણા લાઠીયા, રેવદ્રાગેલાણા, સોંદરડાનો સમાવેશ થાય છે.જૂનાગઢ પ્રાંત અધિકારીની અધ્યક્ષત્તામાં એમ.જે.બાબરિયા હાઇસ્કુલ, ઝાલણસર જૂનાગઢ ગ્રામ્ય ખાતેમાખીયાળા, કેરાળા, ગલીયાવાડા, વીરપુર, ખલીલપુર, ગોલાધર, ઝાલણસર સહિતનો સમાવેશ થાય છે.