જૂનાગઢના પરિતળાવને પબ્લિક માટે સાંજના સમયે ખુલ્લુ રાખવા કુલપતિને રજૂઆત

બાળકો માટે બાલવાટીકા અને બોટની વ્યવસ્થા પણ કરવા માંગણી

જૂનાગઢ : જૂનાગઢ શહેરના નગરજનો પોતાના બાળકોને અને પરિવારજનો સાથે સહેલ માણી શકે એવી અત્યંત રમણીય જગ્યા પરિતળાવને સાંજના સમયે ખુલ્લુ રાખવા સત્યમ સેવા યુવક મંડળ – ટ્રસ્ટ દ્વારા જૂનાગઢના કૃષિ યુનિવર્સીટીના કુલપતિને રજુઆત કરવામાં આવી છે.તેમજ આ તળાવની રમણીયતામાં વધારો થાય તેવા સાધનો વસાવી તેમજ બાળકો માટે બાલવાટીકા અને બોટની વ્યવસ્થા પણ કરવા માંગણી કરી છે.

જૂનાગઢના સત્યમ સેવા યુવક મંડળ – ટ્રસ્ટ દ્વારા જૂનાગઢના કૃષિ યુનિવર્સીટીના કુલપતિને રજુઆત દ્વારા જણાવાયું છે કે નવાબી સમય કાળથી જૂનાગઢ શહેરમાં મોતીબાગ ખાતે કૃષિ યુનીવર્સીટીના ઉદ્યાન પરિતળાવની સુંદર જગ્યા આવેલી છે.નવાબી સમયની રાચ રચીલુ આ તળાવનો ઇતિહાસ દર્શાવે છે.પરિવાર શહેરીજનો માટે એક ફરવાલાયક સ્થળ બની શકે તેમ છે.જો કે સવારના ભાગે તો ચાલવા માટે સીનીયર સીટીઝનો તથા અન્ય માટે પરીતળાવ ખુલ્લું હોય છે.પરંતુ સાંજના સમયે બંધ રાખવામાં આવે છે.

આ તળાવની રમણીયતામાં વધારો થાય તેવા સાધનો વસાવી તેમજ બાળકો માટે બાલવાટીકા અને બોટની વ્યવસ્થા પણ કરવા માંગણી કરી છે.ખાસ કરીને શહેરીજનો પોતાના બાળકો સાથે પરીતળાવ તથા મોતીબાગની મુલાકાત લેવા અને મુક્ત વાતાવરણનો લાભ લઇ શકે તે માટે સાંજના 5 થી 8 દરમ્યાન પરીતળાવને ખુલ્લુ રાખવા તેમજ મોતીબાગમાં આવેલા પાણી પરો બંધ હોય તે પણ તાત્કાલીક શરૂ કરવા અને મોતીબાગ-પરી તળાવમાં ફરવા માટે ખુલ્લુ રાખવા માટે અપીલ કરી છે.