શેરીની ગટર મામલે પાડોશીઓમાં તકરાર, સામસામી ફરિયાદ

માંગરોળના ઇન્દિરાનગર વિસ્તારમાં બન્ને પાડોશી પરિવારોએ એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : માંગરોળના ઇન્દિરાનગર વિસ્તારમાં પાડોશીઓમાં તકરાર થયા બાદ બન્ને પાડોશી પરિવારો વચ્ચે હાથોહાથની જામી પડી હતી. આથી આ મારામારી બનાવ અંગે બન્ને પાડોશી પરિવારોએ એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

માંગરોળ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સલીમભાઇ રફીકભાઇ શેખ (ઉ.વ.૨૨ રહે.માંગરોળ ઇન્દિરાનગર જી.જુનાગઢ) એ આરોપીઓ સરફરાજભાઇ આમદભાઇ રાઠોડ, મુજમીલ આમદભાઇ રાઠોડ (રહે.બન્ને માંગરોળ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી રમજાન મહીનો હોવાથી મહોલ્લામા ક્રિકેટ રમાતા હતા ત્યારે આરોપીઓએ મોટરસાઇકલ ઉપર આવી ફરીયાદી સાથે બોલાચાલી કરી ગાળો કાઢી ફરીયાદી ને ઢીકાપાટુનો માર મારી તેમજ આરોપીઓએ ફરીયાદીને માથામા લાકડાનુ બેટ મારી ઇજા પહોંચાડી હતી.

જ્યારે સામાપક્ષે અબ્દુલવાહીદ અબ્દુલકાદર શેખ (ઉ.વ.૪૯ રહે.માંગરોળ ઇન્દીરાનગર તા.માંગરોળ) આરોપીઓ ઝાકીરહુશેન ઇખલાકહુશેન સૈયદ, સરાફતહુશેન ઇખલાકહુશેન સૈયદ (રહે.બન્ને માંગરોળ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીને આરોપીઓના ભાઇ સાથે અગાઉ ગટર બાબતે બોલાચાલી થયેલ હોય જે બાબતનું મનદુઃખ રાખી ફરીયાદીને ગાળો બોલી શરીરે ઢીકાપાટુનો મુંઢમાર મારી ઇજા પહોંચાડી હતી.