મેંદરડાના ગુંદાળા ગામે ૪૬ કિશોરીઓને એનિમિયાની તાલીમ અપાઇ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત એનિમિયા તાલીમનું આયોજન મેંદરડાના ગુંદાળા ગામ ખાતે કરવામાં આવ્યું હતું.

જેમાં કિશોરીઓમાં એનિમિયાનું પ્રમાણ અને એનિમિયાના કારણે સ્વાસ્થ્ય પર અસર જેવી બાબતો પર જાગૃતા લાવવા માટે ગ્રામ્યકક્ષાએ જે કિશોરીઓમાં હિમોગ્લોબીનની ખામી હોય તેવી કિશોરીઓને એનિમિયા તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત શરીર માટે પૈાષ્ટીક આહાર કેટલો જરૂરી છે અને એનિમિયા શું છે. એનિમિયાના લક્ષણો શું હોય છે. એનિમિયાના કારણો કેવા પ્રકારના રોગો થઇ શકે છે અને એનિમિયા ને કેવી રીતે દુર કરી શકાય તે અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત સહભાગી થયેલ તમામ કિશોરીઓને એનિમિયા નિવારણ કીટ અને આઇઇસી વિતરણ કરવામાં આવી હતી. આ તાલીમમાં ૪૬ કિશોરીઓ સહભાગી બની હતી.