જૂનાગઢ કૃષિ યુનિ.ના એગ્રીકલ્ચર ફેકલ્ટીના ૧૯૮૪ની બેન્ચના વિદ્યાર્થીઓનું ૩૭ વર્ષે રીયુનિયન

રીયુનિયનમાં અંદાજે ૬૦ મિત્રોએ કપલમાં આવીને કોલેજના સંસ્મરણો વગોળ્યા

જૂનાગઢ : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે એગ્રીકલ્ચર ફેકલ્ટીના ૧૯૮૪ની બેચના વિદ્યાર્થીઓનું ૩૭ વર્ષ પછી રીયુનિયનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રીયુનિયનમાં અંદાજે ૬૦ મિત્રોએ કપલમાં આવીને કોલેજના સંસ્મરણો વગોળ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન ૧૯૮૪ની બેચના વિદ્યાર્થીઓ પૈકી કેટલાક સચિવ, નિયામક વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓ, પ્રોફેસર, એસીએફ, બેન્ક મેનેજર, જી.એસ.એફ.સી- જી. એન. એફ. સી. માં ડેપો મેનેજર, ફૂડ ઇન્સપેક્ટર, સમાજ કલ્યાણ અધિકારી, કૃષિ તેમજ તેને સંલગ્ન કચેરીઓમાં સારા હોદ્દાઓ ઉપર બિઝનેસમેન, મલ્ટિનેશનલ કંપનીઓમાં સારા હોદ્દા પર કાર્ય કરી રહ્યા છે. અન્ય વિદેશમાં પણ સ્થાઈ થયેલ છે. તેઓ જૂની યાદો તાજી કરવા તેમના પરિવાર સાથે તેમની માતૃ સંસ્થા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ૧૯૮૪ બેચના વિદ્યાર્થી અને યુ.એસ.એ.માં સ્થાઈ થઈ બિઝનેસ કરતાં મહેશભાઇ ત્રિવેદીએ ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ એનાયત કરવા યુનિવર્સિટીને અનુદાન આપવાની જાહેરાત કરી હતી તેમજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અન્ય કઈ પ્રકારની જરૂરિયાત પડશે ત્યારે મદદ કરવા કટિબદ્ધ થાય હતા. આ રીયુનિયન કાર્યક્રમનું આયોજન કરવા માટે ૧૯૮૪ બેચના વિદ્યાર્થી અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિયામકશ્રી, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઑ ડો.વી.આર.માલમ, નિવૃત્ત એસીએફ સી.પી.રાણપરિયાએ જહેમત ઉઠાવી હતી.