જૂનાગઢના ટીંબવાડી નજીક કારમાં વિદેશી દારૂની હેરફેર કરતા બે પકડાયા

જૂનાગઢ : જૂનાગઢ સી ડીવીજન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે ટીંબવાડી નજીક કારમાં વિદેશી દારૂની હેરફેર કરતા બે આરોપીઓને પકડી લીધા હતા.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ સી ડીવીજન પોલીસ સ્ટાફે ગઈકાલે જૂનાગઢના ટીંબવાડી અલ્ટ્રા સ્કુલ પાસે કારમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ પેટી નંગ ૨૮ જેની કુલ બોટલ નંગ ૩૩૬ જેની કિ.રૂ. ૧,૩૪,૪૦૦ નો મુદામાલ તેમજ મારૂતિ શીફટ ગાડી નં GJ-11-BH-3111 કિ.રૂ. ૩,૦૦,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ ૩ કિ.રૂ. ૧૦૫૦૦ મળી કુલ રૂ. ૪,૪૪,૯૦૦ ના મુદામાલ સાથે આરોપોઓ ચનાભાઇ રાણાભાઇ મોરી, વિજયભાઇ રામભાઇ ખાંભલાને ઝડપી લીધા હતા અને હાજર નહિ મળી આવેલ વિપુલ કડીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.