માણાવદરના લીંબુડા ગામે વાડીની ઓરડીમાં તીનપત્તિ રમતા છ ઝડપાયા

જૂનાગઢ : બાંટવા પોલીસ સ્ટાફે ગઈકાલે માણાવદરના લીંબુડા ગામે વાડીની ઓરડીમાં તીનપત્તિ રમતા છ આરોપીઓને ઝડપી લીધા હતા. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર બાંટવા પોલીસ સ્ટાફના ગઈકાલે ચોક્કસ બાતમી મળી હતી કે, માણાવદરના લીંબુડા ગામે વાડીની ઓરડીમાં જુગરધામ ધમધમી રહ્યું છે. આ બાતમીના આધારે બાંટવા પોલીસ સ્ટાફે માણાવદરના લીંબુડા ગામે વાડીની ઓરડીમાં દરોડો પાડી ત્યાં તીનપત્તિનો જુગાર રમતા આરોપીઓ જેન્તીભાઇ કરશનભાઇ બાણુગારીયા, પરશોતમભાઇ ગોકળભાઇ સુરેજા, રોહીતભાઇ કાન્તીલાલ જાવીયા, કાન્તીભાઇ ગોરધનભાઇ સવસાણી, હરસુખભાઇ કરશનભાઇ કણસાગરા, ભગવાનજી માવજીભાઇ પરમારને રોકડા રૂ.૨૭૨૫૦ સાથે ઝડપી લીધા હતા.