જૂનાગઢ મહાનગરપાલિકા અને કૃષિ યુનિવર્સીટી દ્વારા ટીબીના નાબુદીકરણ માટે સેમીનાર યોજાયો

જૂનાગઢ : જૂનાગઢ મહાનગરપાલિકા અને કૃષિ યુનિવર્સીટીનાં સંયુક્ત ઉપક્રમે ટીબી રોગ નાબુદીકરણ માટેનો સેમીનાર યોજાયો હતો.

મહાનગર પાલિકા, જુનાગઢ અને કૃષિ યુનિવર્સીટી, જુનાગઢનાં સંયુક્ત ઉપક્રમે અને કમિશનર રાજેશ એમ. તન્નાનાં માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રીનાં સ્વપ્ન અનુસાર વર્ષ-૨૦૨૫ સુધીમાં ટીબી રોગ નાબુદીકરણ અંતર્ગત તા. ૦૫/૦૪/૨૦૨૨ મંગળવારનાં રોજ સવારે ૧૦:૩૦ કલાકે કૃષિ યુનિવર્સીટી કોન્ફરન્સ હોલ, જુનાગઢ ખાતે કૃષિ યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રેઝેન્ટેશન દ્વારા ટીબી રોગ નાબુદીકરણ અને જાગૃતતા લાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં કૃષિ યુનિવર્સીટીનાં પ્રિન્સીપાલ અને ડીન એસ.જી.સાવલિયા, પ્રોગ્રામ કોર્ડીનેટર ડો.વી.આર.માલમ, પ્રવક્તા અને સીટી ટીબી ઓફિસર ડો. સ્વયંપ્રકાશ પાંડે, મદદનીશ પ્રાધ્યાપક ડો. બી.એચ.તાબેથીયા ઉપસ્થિત રહ્યા હતા.

તેમાં સીટી ટીબી ઓફિસર ડો. સ્વયંપ્રકાશ પાંડે દ્વારા પાવરપોઈન્ટ પ્રેઝેન્ટેશન મારફતે જણાવવામાં આવ્યું હતું કે યુવાનોને ધુમ્રપાન અને કેફી પીણાઓનાં વ્યસનોથી દૂર રહેવું જોઈએ. જેથી, આ રોગ ફેલાવાની શક્યતા ઓછી રહે અને ટીબી રોગનાં લક્ષણો દેખાય તો નજીકનાં અર્બન હેલ્થ સેન્ટરમાં મફત તપાસ કરાવવી અને સારવાર લેવી. આ કાર્યક્રમમાં કૃષિ યુનિવર્સીટી, જુનાગઢનાં વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમ જનસંપર્ક અધિકારી મહાનગરપાલિકા, જુનાગઢની યાદીમાં જણાવાયું છે.