પરિણીતાને પતિ અને સાસરિયાએ દુઃખ-ત્રાસ આપ્યાની ફરિયાદ

જુનાગઢ તાલુકાના મજેવડી ગામેં બનેલા બનાવમાં પરિણીતાએ પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : જુનાગઢ તાલુકાના મજેવડી ગામેં પરિણીતાએ પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી હતી.જેમાં પરિણીતાને પતિ અને સાસરિયાએ દુઃખ-ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાતા જૂનાગઢ મહિલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ મહીલા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ગીતાબેન જયેશભાઇ ચાંદેગરા (ઉ.વ.૩૪ રહે મજેવડી ગામ રાવલ શેરી ગરબી ચોક હાલ રહે વંથલી રોડ વીશ્વકર્મા સોસાયટી બ્લોક ન.૩૨ જુનાગઢ) એ આરોપીઓ જયેશભાઇ મોહનભાઇ (પતિ), મંજુબેન મોહનભાઇ (સાસુ), મોહનભાઇ ઠાકરશીભાઇ (સસરા), મીતેશભાઇ મોહનભાઇ (જેઠ), કીર્તીબેન મીતેશભાઇ (જેઠાણી), મૌલીકાબેન મોહનભાઇ (નણંદ-રહે બધા મજેવડી ગામ રાવલ શેરી ગરબી ચોક તા.જી. જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી બેનને તેના પતિ તથા સાસુ–સસરા તથા જેઠ જેઠાણી તથા તેના નણંદ એમ બધા ધરકામ બાબતે તથા કરીયાવર બાબતે મેણા-ટોણા બોલી ફરીયાદી બેનને ગાળો બોલી મારકુટ કરી,શારીરીક માનશીક દુખત્રાસ આપી તેમજ તેના પતિને ફરીયાદી બેન ગમતી ન હોઇ તેમજ અન્ય આરોપીઓ પતિને ફરીયાદી બેન વિરૂધ્ધ ખોટી ચડામણીથી ફરીયાદી બેન સાથે તેના પતિ અવાર નવાર માથાકુંટ કરી ત્રાસ આપ્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.

illustraion of calling with police man