જુનાગઢમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી

જૂનાગઢ : જૂનાગઢમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર રાહીલ ફારુકભાઇ ચીરાસી (ઉ.વ ૨૧ દાતાર રોડ નિચલા દાતાર પાસે જુનાગઢ) નામના યુવાને ગઈકાલે કોઇપણ કારણસર ગળેફાંસો ખાઇ લેતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની જૂનાગઢ એ ડિવિજન પોલીસે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.