ચોરવાડમાં ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક ઝડપાયો

જૂનાગઢ : ચોરવાડ.પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે ચોરવાડ નજીક આરોપી અશ્વીન મનસુખભાઇ ચૌહાણ (ઉ.વ.૧૯ રહે.ચોરવાડ અખાડા વીસ્તાર)ને ઇગ્લીશ પિવાના દારૂની ક્રીમપીસ સ્પેસીયલ વ્હીસ્કી દમણ બનાવટની ૧૮૦ એમ.એલ. ની નાની બોટલ નંગ-૫ જેની કી રૂ.૫૦૦ નો પ્રોહી મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.જ્યારે હાજર નહી મળી આવનાર આરોપી નયન ઉર્ફે ટોયો બચુભાઇ ડાભીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.