બોર્ડર પર ફરજ બજાવી માદરે વતન આવેલા આર્મીમેનનું ભવ્ય સ્વાગત

શાપુર ગામે સમસ્ત ગામે આર્મીમેનનું ઉષ્માભેર સ્વાગત કરી તેમની દેશસેવાને બિરદાવી

જૂનાગઢ : મૂળ જૂનાગઢ જિલ્લાના શાપુર ગામના વતની અને બોર્ડર પર ફરજ બજાવી માદરે વતન આવેલા આર્મીમેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં શાપુર ગામે સમસ્ત ગામે આર્મીમેનનું ઉષ્માભેર સ્વાગત કરી તેમની દેશસેવાને બિરદાવી હતી.

જૂનાગઢ નજીક શાપુરના વતની અને આર્મીમાં ફરજ બજાવતા મહેન્દ્રભાઈ ડાભી પોતાની 17 વર્ષની નોકરી પૂર્ણ કરી પોતાના વતન ફરતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ડીજે સાઉન્ડ ના સથવારે દેશભક્તિના ગીતો તેમજ વંદેમાતરમના નારા સાથે શાપુર ગ્રામજનો દ્વારા કુમકુમ તિલક તેમજ હારતોરા કરી પુષ્પવર્ષા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું આ તકે માજી સૈનિક સેવા સંગઠન તેમજ તેમના પરિવાર તેમજ શાપુરના સરપંચ ટિનુભાઈ ફડદુએ સ્વાગત કરી તેમની દેશ પ્રત્યેની સેવાને બિરદાવી હતી.