માણાવદરના પાજોદ ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા ચાર ઝડપાયા

જૂનાગઢ : બાંટવા પોલીસને ગઈકાલે ચોક્કસ બાતમી મળી હતી કે, માણાવદરના પાજોદ ગામે આરોપી રશીકભાઇ મહીદાસભાઇ ડઢાણીયા પોતાના કબ્જા ભોગવટાના ખેતર (વાડી)ની ઓરડીએ બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડે છે. આ પ્રકારની બાતમી મળતા પોલીસે તે સ્થળે રેઇડ કરીને ગંજીપતાના પાના વડે તીનપતી નામનો પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપીઓ રશીકભાઇ મહીદાસભાઇ ડઢાણીયા, સાર્દુલભાઇ હીરાભાઇ જલુ, દીપકભાઇ મનસુખભાઇ જોષી, ચંદુભાઇ રુઘનાથભાઇ લોઢીયાને રોકડા રૂ.૧૬૭૦૦ તથા ફોન નંગ-૪ કિ.રૂ.૩૦૦૦ તથા મો.સા નંગ-૨ કિ.રૂ.૫૦૦૦૦ મળી કુલ કિ.રૂ.૬૯૭૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.