જૂનાગઢના ઝાઝરડા રોડ ઉપર કારે બાઇકને ઠોકરે ચડાવતા આધેડને ગંભીર ઇજા

જૂનાગઢ : જૂનાગઢના ઝાઝરડા રોડ ઉપર કારે બાઇકને ઠોકરે ચડાવતા આધેડને ગંભીર ઇજા થઈ હતી. આ બનાવ અંગે અંકિતભાઇ જયંતભાઇ જોશી (રહે. દિવ્ય ભુવન,બ્લોક નં.૭ રોયલ બંગ્લોજ હરિ ઓમ નગર ૨ જાગાણી પટેલ સમાજની પાછળ) એ એક અજાણ્યો ફોરવ્હીલ ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, જૂનાગઢના ઝાઝરડા રોડ S.B.I બેંક ની સામે ગીરીરાજ ડ્રેસીસની સામે ફરિયાદીના પિતા જયંતભાઇ વિનોદરાય જોશી બાઇક ચલાવીને જતા હતા.ત્યારે આરોપી અજાણ્યા ફોરવ્હીલ ચાલકે પોતાની ફોરવ્હીલ પુર ઝડપે બેફિકરાયથી ચલાવી ફરિયાદીના પિતાની બાઇકને સાઇડમાથી હડફેટે લઇ પછાડી દઇને ફરિયાદીના પિતાને જમણ ખંભા ઉપર તથા પાસળીના ભાગે ગંભીર ઇજા કરી ફોરવ્હીલ લઇ નાશી છૂટ્યો હતો.