જૂનાગઢ જિલ્લાના ઇટાળી, સેમરાળા સહિતના ગામડાઓમાં કિશોરી મેળા યોજાયા

કિશોરીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓનું માર્ગદર્શન અપાયું

જૂનાગઢ : સરકારશ્રીની બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લાના અલગ-અલગ તાલુકાઓના વિવિધ તાલુકાઓ ગામડા જેવા કે, ઇટાળી, સેમરાળા સહિતના ગામડાઓમાં જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ વિભાગના સ્ટાફ દ્વારા આંગણવાડીની બહેનોની મુલાકાત લઇ કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિશોરીઓને માસિકધર્મ સ્વાસ્થ્ય જાળવણી અંગેની સમજ આપવામાં આવી હતી. તેમજ એનિમિયાનું પ્રમાણ ઓછું થાય તે માટે શું કાળજી રાખવી તે અંગેની માહિતી અને વિવિધ મહિલાલક્ષી યોજનાઓથી કિશોરીને વાકેફ કરવામાં આવી હતી અને દિકરીઓના શિક્ષણ અને જન્મદરમાં વધારો થાય તે માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સહભાગી થયેલ કિશોરીઓને સેનેટરી પેડના પેકેટ, સેનેટાઇઝર, માસ્ક, પેન્ટી, પેપરશોપ, કેરીબેગ સહિતની કીટ અને આઇ.ઇ.સી વિતરણ કરવામાં આવ્યું હતું.