જુનાગઢ નજીક બે બાઈક વચ્ચેની ટક્કરમાં વૃદ્ધ ઘાયલ

જૂનાગઢ : જુનાગઢ નજીક બે બાઈક વચ્ચેની ટક્કરમાં વૃદ્ધ ઘાયલ થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ફરિયાદી ચનાભાઇ જેઠાભાઇ પરમાર (ઉ.વ. ૬૦ રહે. ટીંબાવડી વણકરવાસ રામ મંદીર પાસે જુનાગઢ) એ બાઈક નં જી જે ૧૧ સી.બી ૬૩૪૫નો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે સરદાર બાગ ગેઇટ પાસે મહાદેવના મંદીરની સામે જુનાગઢ ખાતે આરોપી બાઈક નં GJ-11CB-6345 નો ચાલકએ પોતાના બાઈકને પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી ફરીયાદીના બાઈકને હડફેટે લઇ ઠોકર મારી ઇજાઓ કરીને ફરાર થઈ ગયો હતો.