જૂનાગઢના બ્લોચવાડા પાસે વરલી મટકાનો જુગાર રમતો એક ઝડપાયો

જૂનાગઢ : જૂનાગઢ એ ડીવીજન પોલીસે ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢના બ્લોચવાડા પાસે રોડ ઉપર જાહેરમા વરલી મટકાના આંક ફરકના આકડા લખી પૈસાની હારજીત કરી જુગાર રમતા આરોપી ઇકબાલભાઇ નથુભાઇ ખંભાતીને વરલી મટકાના સાહીત્ય તથા રોકડા રૂ.૫૬૦ મો.ફોન-૦૧ કી.૫૦૦ કુલ કિ.રૂ. ૧૦૬૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.