પરિણીતાને લગ્નનું દબાણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપતો ધરાર પ્રેમી

જૂનાગઢમાં રહેતી પરિણીતાએ ગળેપડું પ્રેમીની પજવણીથી કંટાળીને અંતે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : જૂનાગઢમાં રહેતી પરિણીતાએ ગળેપડું પ્રેમીની પજવણીથી કંટાળીને અંતે ફરિયાદ નોંધાવી છે. જેમાં પરિણીતાની સાથે પરાણે લગ્ન કરવા આદુ ખાઈને પાછળ પડેલો આ ધરાર પ્રેમીએ વાંધાજનક ફોટા વાયરલ કરવાની ધમકી આપી સતત પજવણી કરતો હોવાથી આખરે મામલો પોલીસમાં પહોંચ્યો છે.

જૂનાગઢમાં રહેતી એક પરિણીતાએ વિનોદભાઇ બાબુભાઇ ભરડા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ ફરિયાદી પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીને અવાર નવાર ફોન કરી ફોનમા ભુંડી ગાળો કાઢી તેમજ ફરિયાદીના ફોટા વાયરલ કરવાની તથા ફરિયાદીને લગ્ન કરવાનુ દબાણ આપી ફરિયાદીઘરકામ કરવા જાય ત્યારે ફરિયાદીની પાછળ પાછળ જઇ ફરીયાદીને હેરાન પરેશાન કરતો હતો. આથી આ મામલે પરિણીતાએ હિંમત કરીને ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.