લગ્ન પ્રસંગ દરમિયાન ફોરવ્હીલ ગાડીઓના કાચ લાકડી વડે તોડી ભુક્કો બોલાવી દીધો

કેશોદના ગંગનાથપરા વિસ્તારમાં અગાઉની બોલાચાલીનો ખાર રાખી એક શખ્સે આંતક મચાવ્યો

જૂનાગઢ : કેશોદના ગંગનાથપરા વિસ્તારમાં અગાઉની બોલાચાલીનો ખાર રાખી એક શખ્સે આંતક મચાવ્યો હતો.જેમાં લગ્ન પ્રસંગ દરમિયાન ફોરવ્હીલ ગાડીઓના કાચ લાકડી વડે તોડી ભુક્કો બોલાવી દીધો હતો. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરીદાબેન બોદુભાઈ દલ (ઉ.વ.૪૦ રહે, કેશોદ ગંગનાથપરા) એ આરોપી ઈમરાન ભીખુભાઈ દલ (રહે. કેશોદ ગંગનાથપરા) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના નંણદના દિકરા સેબાજ સાથે આ ઈમરાન બોદુભાઈ દલને કોઇ પણ રીતે બોલાચાલી અને ઝગડો થયેલ હોય જેનુ મનદુખ રાખીને ફરીયાદીના દિકરા સોહીલના લગ્નમાં આવેલ ફોરવ્હીલ ગાડીઓના કાચ લાકડી વડે તોડી નાખી મોટી નુકશાની કરી ફરીયાદીને ગાળો આપી લાકડી ઉગામી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.