જેલમાંથી વચગાળા જામીન મેળવી ફરાર આરોપીને પકડી પાડતી જૂનાગઢ પેરોલ ફર્લૉ સ્કવોડ

જૂનાગઢ : જૂનાગઢ પેરોલ ફર્લૉ સ્કવોડ દ્વારા જૂનાગઢ જિલ્લા જેલમાંથી વચગાળા જામીન મેળવી છેલ્લા 7 માસથી ફરાર થયેલ આરોપીને દોલતપરા વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો છે.

પોલીસ મહાનિર્દેશક અને સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વે ગાંધીનગરની સુચના અનુસાર રાજયમા પેરોલ પર છુટેલ ભાગેડુ આરોપીઓ, વચગાળાના જામીન પર મુક્ત ફરાર આરોપીઓને પકડવા સારૂ સમગ્ર રાજ્યમા વધુમા વધુ આરોપીઓ પકડવા ડ્રાઈવ રાખેલ હોય, જે અન્વયે જૂનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધીક્ષક રવીતેજા વાસમશેટ્ટીની સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામા વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ સારૂ ગુન્હાના નાસતા ફરતા આરોપીઓ તેમજ જેલ ફરારી આરોપીઓને શોધી કાઢવા ખાસ પેરોલ ફર્લૉ સ્કવોડને તેમજ જીલ્લા પોલીસ તંત્રને આ કામગીરી અસરકારક કરવા જરૂરી સુચના આપેલ હતી.

જે અન્વયે ક્રાઈમ બ્રાન્ચના પો.ઈન્સ. એચ.આઇ.ભાટીના માર્ગદર્શન અને સુચના મુજબ પેરોલ ફર્લૉ સ્કવોડના પો.સબ.ઈન્સ. વી.કે. ઊંજીયા તથા પો.હેડ કોન્સ. સંજયભાઈ વઘેરા, પો કોન્સ દિનેશભાઇ છૈયા, પો કોન્સ સંજયભાઈ ખોડભાયાની ટીમ દ્વારા જૂનાગઢ જીલ્લામાં જુદા જુદા પોલીસ સ્ટેશનોમા ગુન્હાના નાસતા ફરતા આરોપીઓ તથા જેલ ફરારી આરોપીઓને પકડવા પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.

ત્યારે જૂનાગઢ જેલમાંથી 7 માસ પહેલા તાલુકા પો.સ્ટે.માં નોંધાયેલ ગુનામાં જૂનાગઢ જેલમા સજા ભોગવતા કાચા કામના કેદી હમીર સાજણ સોલંકી (ઉ.વ.55 રે.66કે વી દોલતપરા જુનાગઢ)એ ગઇ તા.15/08/21 ના રોજ વચગાળાના જમીન મેળવી મુદત પુરી થયે જેલ હાજર થવાનુ હતું પરંતુ હાજર ન થઇ પોતાની મેળે બારોબાર ફરાર થઇ ગયેલ હતો. આ આરોપી પોલીસની પકડથી નાસતો ફરતો હોય અને તે હાલ દોલતપરા વિસ્તારમાં આટાફેરા મારતો હોય, તેવી ખાનગી રાહે હકીકત મળતા વોચ તપાસમા રહેતાં મજકુર આરોપી ત્યાથી મળી આવતા તેનુ નામ ઠામ પુછતા પોતાનુ નામ હમીર સાજણ સોલંકી બતાવતો હોય, આ આરોપી જૂનાગઢ જેલનો ફરાર કેદી હોવાની કબૂલાત કરતો હતો. જેથી, તેને હસ્તગત કરી જૂનાગઢ લાવી જૂનાગઢ જિલ્લા જેલ ખાતે સોપી આપવામા આવેલ છે.