મોબાઈલ ચોરીનું આળ મુક્તા મહિલાને માર માર્યો

જૂનાગઢના ગીરનાર દરવાજા પાસેના વિસ્તારમાં પાડોશી દંપતીએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના ગીરનાર દરવાજા પાસેના વિસ્તારમાં રહેતી મહિલાએ પોતાના દીકરાનો મોબાઈલ પાડોશીએ ચોર્યા હોવાનું આળ મુકતા ઉશ્કેરાયેલા પાડોશી દંપતીએ મહિલાને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે મહિલાએ પાડોશી દંપતી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કુન્દનબેન શેષનાથભાઇ વર્મા (ઉવ.૪૬ રહે. ગણેશનગર ગીરનાર દરવાજા પાસે જુનાગઢ) એ આરોપીઓ અમીત રાઠોડ અંર અમીત રાઠોડની પત્ની સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના દીકરાનો બોબાઇલ ખોવાય જતા ફરીયાદીએ પોલીસ સ્ટેશનમા અરજીમા આ આરોપીનુ નામ લખાવેલ જે બાબતનુ આરોપીઓએ મનદુખ રાખી ફરીયાદીને તથા ફરીયાદીની દીકરીને જેમ ફાવે તેમ ગાળો બોલી આડેધડ ઢીકાપાટુનો મુંઢ માર મારી મુંઢ ઇજાઓ કરી હતી.