હુ તને બોલાવતો નથી તારે મને કાઈ પુછવુ નહી તેમ કહેતા આધેડને પાઇપ ફટકાર્યો

જૂનાગઢના ધારગઢ દરવાજા વિસ્તારમાં એક શખ્સે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના ધારગઢ દરવાજા વિસ્તારમાં હુ તને બોલાવતો નથી તારે મને કાઈ પુછવુ નહી તેમ કહેતા આધેડને પાઇપ ફટકાર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ઉશ્કેરાયેલા એક શખ્સે આધેડ ઉપર લોખંડના પાઈપથી હુમલો કરી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રહીમ ઉર્ફે રામાભાઈ આલમભાઈ ચોટીયારા (ઉ.વ.૪૬ રહે. ધારાગઢ દરવાજા ગેબનસાહ બાપુની દરગાહ પાછડ ખાડીયાવીસ્તાર જુનાગઢ) એ આરોપી આદીલભાઈ રહીમભાઈ ચોટીયારા સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ ફરીયાદીને પુછવા લાગેલ કે તમે ક્યા ગયા હતા અને શુ કામ ગયા હતા તેમ પુછતા ફરીયાદીએ તેને કહેલ કે હુ તને બોલાવતો નથી તારે મને કાઈ પુછવુ નહી તેમ કહેતા આરોપી ઉશ્કેરાઈ જઈને લોખંડના પાઈપ વડે આડેધડ મારમારી માથામા કપાળે તથા ડાબા ગાલ ઉપર આંખ પાસે તથા શરીરે મુંઢ ઈજા કરેલ નાક તથા મોઢામા ઇજા પહોંચાડી હતી.