મારુ મન મોર બની થનગનાટ કરે : ગીરના જંગલમાં સિંહણ પાસે મોરની અદભુત કળા

વનકર્મીએ ગીરના જંગલોમાં જવલ્લે જ જોવા મળતા અદભુત નજારાને કેમેરામાં કેદ કર્યો

જૂનાગઢ : સામાન્ય રીતે રાષ્ટ્રીય પક્ષી તરીકે ઓળખાતા મોર એટલા બધા ગભરુ હોય છે કે માણસ કે હિંસક પ્રાણીની હિલચાલ સાંભળે તો પણ દૂર દૂર ઉડી જાય છે. ત્યારે જૂનાગઢના ગીરના જંગલોમાં જવલ્લે જ જોવા મળતો અદભુત નજારો સામે આવ્યો છે. જેમાં સિંહણની બાજુમાં મોરે બિન્ધાસ્ત રીતે આંટાફેરા કરીને અદભૂત છટા કરી હતી. વનકર્મીએ ગીરના જંગલોમાં જવલ્લે જ જોવા મળતા અદભુત નજારાને કેમેરામાં કેદ કર્યો છે.

જૂનાગઢના ગીરના જંગલોના મહારાજા ગણાતા સાવજોની આસપાસ કોઈ પણ પ્રાણી ફરકવાની હિંમત કરતું નથી.ત્યારે રાષ્ટ્રીય પક્ષી ગણાતા મોરે સિંહણની આસપાસ જ બિન્ધાસ્ત રીતે આંટાફેરા કર્યા હતા. આ અદભુત નજારાનો એક વનકર્મી સાક્ષી બન્યો હતો. જેમાં જૂનાગઢના ગિરનાર જંગલમાં વનવિભાગનામાં ફરજ બજાવતા વનકર્મી દિપક વાઢેરે આ દ્રશ્યોને કેમેરામાં કર્યા છે અને આ અંગેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં મન મોર બની થનગનાટ કરે છે… એ ગીત વાગે છે અને વીડિયોમાં દેખાઈ છે કે, ગીરના જંગલોમાં એક સિંહણ આરામ કરતી દેખાઈ છે. તેની આસપાસ મોર આંટા મારે છે અને થોડે દુર બીજો મોર અદભુત કળા કરતો દેખાઈ છે.આવો અભૂતપૂર્વ નઝારો ભાગ્યે જ જોવા મળે છે.