ઉપર દાતારનાં ઑલિયા સંતો-કોરોનાં કાળનાં મૃત આત્માઑનાં મોક્ષર્થે શ્રીમદ ભાગવત કથા યોજાશે

ઉપલા દાતારે બ્રહ્મલીન મહંત પટેલબાપુ, વિત્ઠલબાપુના આત્મકલ્યાણ અર્થે અને કોરોનાકાળમાં મ્રુત્યુ પામેલાઓના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનુ અનેરું આયોજન

જુનાગઢ : કોમી એકતાના પ્રતીક સમી ઉપલા દાતારની જ્ગ્યા કે જ્યાં નથી મંદિર કે નથી મસ્જિદ તેવી ધાર્મિક જ્ગ્યાના દિવંગત ઑલિયા સંતો બ્રહ્મલીન પટેલબાપુ અને વિઠ્ઠલબાપુના આત્મકલ્યાણ અર્થે દેવ્ભુમી દાતારની જ્ગ્યાના પટ્ટiગણમાં સૌપ્રથમવાર શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞની ધારા વહેશે, જ્ગ્યાનાં મહંત ભીમબાપુનાં કર કમળો દ્બારા દાતાર બાપુની જ્ગ્યા ખાતે ભીમબાપુની પ્રેરણાથી દાતારનાં પાવન પર્વત ઉપર દાતારનાં ઑલિયા સંતો અને કોરોનાં કાળનાં મ્રુત આત્માઑનાં મોક્ષર્થે શ્રીમદ ભાગવત કથાનુ અનેરું આયોજન કરાયું છે.

પૂજ્ય ભીમબાપુની ઇચ્છાનુસાર દાતાર બાપુની જ્ગ્યાનાં આસનસિદ્ધ મહંતો કે જેઓ કદી પણ જ્ગ્યા છોડી નીચે નથી ઉતર્યા તેવા ઓલીયા સંતોની સમાધિ નજીક જ્ઞાન રૂપી ગંગા વહેશે, કથાનું રસપાન સાવરકુંડલાનાં જાણીતા કથાકાર વિજયભાઈ ઉપાધ્યાય તેમના કલાવ્રુઁદ સાથે વ્યાસપીઠ ઉપરથી ભાગવત ગીતાનો સંદેશ અને દાતારની જ્ગ્યાની દાતારી અને બ્રહ્મલીન સંતોનાં જીવન-કવન ઉપર પ્રકાશ પાડશે.

આ કથાનો મંગલ પ્રારંભ ચૈત્ર સુદ-૧ ને શનિવાર તારીખ ૨/૦૪/૨૦૨૨થી થશે અને પૂર્ણાહુતિ તારીખ ૦૮/૦૪/૨૦૨૨ને શુક્રવારે કથા વિરામ લેશે, કથાનો સમય બપોર નાં ૨-૦૦ થી ૫-૦૦ કલાક સુધી નો રહેશે, જેમાં ન્રુસિંહજન્મ તા. ૪ ને સોમવારે, રામજન્મ તા. ૫ ને મંગળવારે, ક્રૂષ્ણજન્મ તા. ૬ ને બુધવાર અને શ્રી રુક્ષ્મનિવિવાહ તા. ૮.ને શુક્રવારે યોજાશે, અને દરરોજ રાત્રે સંકિર્તન અને સંતવાણી નાં કાર્યક્રમો રાત્રે ૧૦-૦૦ થી ૧-૦૦ વાગ્યા સુધી યોજાશે.આ દિવ્ય અવસરે દાતાર નાં સેવક સમુદાય અને ભાવિભક્તજનોને કથાનુ રસપાન કરવા અને મહા- પ્રસાદ લેવા પધારવા મહંત ભીમબાપુએ આમંત્રણ પાઠવેલ છે.