ભંડુરી ગામેથી ૧૪ વર્ષની કિશોરી ગુમ

જૂનાગઢ : માળિયા હાટીના તાલુકાના ભંડુરી ગામે રહેતી ૧૪ વર્ષ ૩ માસની કિશોરી તા.૧૩-૩-૨૨ ને ૧૧ કલાકે વલ્લભગઢના પાટીયાથી કરમદી ગામે જતા રોડની બાજુમાં આવેલ વાડિયેથી ગુમ થઇ છે. તેમની ઉંચાઇ ૪.૮ ફુટ, બાંધો પાતળો અને રંગ શ્યામ છે. કિશોરીના જમણા હાથના પોંચા પર અંગ્રજીમાં V ત્રોફાવેલ છે. તે ગુજરાતી અને મરાઠી ભાષા જાણે છે. આ કિશોરીની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માંગરોળ પોલીસે જણાવ્યું છે.