માંગરોળના સેપા ગામના પડતર મકાનોમાં દીપડો ત્રાટક્યો

વનવિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે પોહચી દીપડાને પાંજરે પુરાવાની કામગીરી હાથ ધરી

જૂનાગઢ : માંગરોળના સેપા ગામના પડતર મકાનોમાં દીપડો ત્રાટક્યો હતો, દીપડો પડતર મકાનોમાં ઘુસી જતા આસપાસના રહીશોમાં ફફડાટ મચી ગયો છે. આ બનાવની જાણ થતાં વનવિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે
પોહચી દીપડાને પાંજરે પુરાવાની કામગીરી હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માંગરોળના સેપા ગામના જુના મકાનમાં આજે અચાનક દીપડો ઘુસી ગયો હતો.ગામમાં આવેલ જુના પડતર મકાનોમાં દીપડો ઘુસી જતા આસપાસના લોકોમાં ભારે ફફડાટ મચી ગયો હતો. જાણવા મળતી વિગતો અનુસાર સેપા ગામમાં ૫૦ થી વધુ બંધ પડતર મકાનો આવેલા છે. તેમાં આજે દીપડો ઘુસી ગયાની ગ્રામજનોને ખબર પડતા જ વનવિભાગને આ બનાવની જાણ કરી છે. આ બનાવની જાણ થતાં વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળેપોહચી દીપડાને પાંજરે પુરાવાની કામગીરી હાથ ઘરી હોવાનું જાણવા મળ્યું છે.સ્થાનિક લોકોએ આ વિસ્તારમાં એક જ વાર દીપડો જોયો હતો અને બાદમાં વનવિભાગને જાણ કરી હતી હાલ વનવિભાગની ટીમ ત્રણ કલાકથી દીપડાની શોધ કરી રહી છે પરંતુ દીપડો ક્યાં જતો રહ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે ત્યારે હજુ સુધી દીપડો વનવિભાગના હાથે લાગ્યો નથી વન વિભાગની ટીમ હજુ પણ દિપડાની શોધખોળ આદરી છે