માંગરોળના કારેજ ગામે જુગાર રમતા બે ઝડપાયા, ચાર ફરાર

જૂનાગઢ : માંગરોળના કારેજ ગામે જુગાર રમતા બે ઝડપાઇ ગયા હતા. જ્યારે ચાર આરોપી ફરાર થઈ ગયા હતા. જેમાં શીલ પોલીસ સ્ટાફે માંગરોળના કારેજ ગામે તળાવડીમાં જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વડે પૈસાની હારજીતનો જુગાર રમતા રાણાભાઈ પીઠાભાઈ વાળા,અરજણભાઈ પાચાભાઈ મોકરીયાને રોકડ રૂ.૧૪૪૦ સાથે ઝડપી લીધા હતા.જ્યારે નાશી જનાર આરોપીઓ ભીખાભાઈ કાનાભાઈ ક્યાડા, અનીલભાઈ વિરમભાઈ વાજા, જીવાભાઈ છગનભાઈ, હરેશભાઈ જેઠાભાઈ પરમારને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.