કેશોદના ગામડાઓને જોડતા રસ્તાઓ રૂા.૧.૩૯ કરોડના ખર્ચે બનશે નવાનકોર

ધ્રાબાવડ-ચિત્રી-સાંગરસોલા, ખીરસરા-સુત્રેજ અને સેંદરડા એપ્રોચ રોડના કામનો પ્રારંભ

જૂનાગઢ : કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારને જોડતા ધ્રાબાવડ-ચિત્રી-સાંગરસોલા રોડ, ખીરસરા-સુત્રેજ રોડ અને સેંદરડા એપ્રોચ રોડના કામનો પશુપાલન રાજ્યમંત્રી દેવાભાઇ માલમના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.. આ ત્રણેય રોડ રૂા.૧.૩૯ કરોડના ખર્ચે બનાવવામાં આવશે.

પશુપાલન અને ગૌ સંવર્ધન રાજ્ય મંત્રી દેવાભાઇ માલમ દ્વારા એક દિવસમાં કેશોદ તાલુકાના ચિત્રી, સુત્રેજ અને સેંદરડા ગામ ખાતે ગ્રામ્ય રસ્તાઓને જોડતા રસ્તાના નવીનીકરણ કામનો શુભારંભ કરવામાં આવ્યો હતું. જેમાં ચિત્રી ખાતે ધ્રાબાવડ-ચિત્રી-સાંગરસોલા રોડના ૩.૬ કિ.મી. લંબાઇના રોડનું કામ રૂા.૬૪.૪૦ લાખના ખર્ચે બનાવવામાં આવશે. જેમાં રીસફેસિંગ, સી.સી.રોડ, નાળા કામ અને રોડ ફર્નીસિંગના કામો મંજુર કરવામાં આવ્યા છે. તેમજ બપોરના સુત્રેજ ગામ ખાતે ખીરસરા-સુત્રેજ ગામને જોડતા રસ્તાના ૨.૬ કિ.મી. લંબાઇના રોડનું કામ રૂા.૫૯.૭૦ લાખના ખર્ચે કરવામાં આવશે. જેમાં રીસફેસિંગ, સી.સી.રોડ અને રોડ ફર્નીસિંગનું કામ કરવામાં આવશે. તે ઉપરાંત સેંદરડા ખાતે એપ્રોચ રોડના કામનો રૂ.૧૪.૭૯ લાખના ખર્ચે મંત્રીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતું.

આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારિયા, તાલુકા ભાજપ પ્રમુખ પરબતભાઇ પીઠિયા, અગ્રણી ગોંવિદભાઇ બારિયા તથા ધ્રાબાવડ, ચિત્રી, સાંગરસોલા, સુત્રેજ, ખીરસરા અને સેંદરડા ગામના સરપંચઓ, ગ્રામજનો અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.