જુનાગઢના મુસ્લિમ અગ્રણી ઘરે સુન્નતસાદી પ્રસંગે કોમી એકતાનો માહોલ સર્જાયો

પૂજ્ય ઇન્દ્રભારતી બાપુ સહિતના અગ્રણીઓએ હાજરી આપી રાસ ગરબે ઝૂમતા કોમી એકતાનું વાતાવરણ સર્જાયું

જૂનાગઢ : જુનાગઢના મુસ્લિમ અગ્રણી મર્હુમ હુસેન ભાઈ હાલાના પૌત્રના ખતના કાર્યક્રમ નિમિત્તે પૂજ્ય ઇન્દ્રભારતી બાપુ સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી. આથી જુનાગઢના મુસ્લિમ અગ્રણી ઘરે સુન્નતસાદી પ્રસંગે કોમી એકતાનો અદભુત માહોલ સર્જાયો હતો અને પૂજ્ય ઇન્દ્રભારતી બાપુ સહિતના અગ્રણીઓએ હાજરી આપી રાસ ગરબે ઝૂમતા કોમી એકતાનું વાતાવરણ સર્જાયું હતું.

મુસ્લિમ સમાજમાં યુવકોની ખતનાં (સુન્નત સાદી) થતી હોય છે, ત્યારે જૂનાગઢ શહેરના મુસ્લિમ અગ્રણી મર્હુમ હુસેનભાઇ હાલા અને હાલના કોર્પોરેટર રજાકભાઈ હાલાના મોટાભાઈ દેનીભાઈ હાલાના પુત્ર અફઝલ ના ખ્તના ( સુન્નત સાદી) પ્રસંગે લોકગાયિકા ફરીદા મીરના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાળકના ખત્ના ( સુન્નત સાદી) પ્રસંગે કોમી એકતાનો માહોલ જોવા મળ્યો હતો.જેમાં રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના ઇન્દ્રભારતી બાપુએ હાજરી આપી આશીર્વાદ આપ્યા હતા અને ગરબે ઝૂમ્યા હતા તેમજ નોટોનો વરસાદ થયો હતો. રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ એ હાજરી આપી અને મર્હુમ હુસેનભાઇ હાલાને યાદ કર્યા હતા તેમજ હાલા પરિવારને આશીર્વાદ આપ્યા હતા સાથે જૂનાગઢના મેયર ગીતાબેન પરમાર , પુનીતભાઈ શર્મા , કાળુભાઇ મહાસાગર વાળા, મોહનભાઇ પરમાર અને એ ડિવિઝનના પીએસઆઇ એ કે પરમાર તેમજ મુસ્લિમ સમાજના અગ્રણી ફારૂક મૌલાના, એઝાઝ બાપુ ,સહિતના અગ્રણીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.