જૂનાગઢના ખામધ્રોળ ગામેં નવા બનતા મકાનમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો

જૂનાગઢ : જુનાગઢ તાલુકા પોલીસે ગઈકાલે બાતમીના આધારે ખામધ્રોળ ગામ શ્રીનાથજી એપાર્ટમેન્ટ પાછળ આવેલ નવા બનતા રાજ ટેનામેન્ટના મકાન નં-૪ માં રેઇડ કરી આ નવા બનતા રાજ ટેનામેન્ટના મકાન નં-૪ના બહારની સાઇડે આવેલ બાથરૂમમાંપ્લાસ્ટીકના બાચકામાં ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૩ જે બોટલ ઉપર ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી ની ૭૫૦ એમ.એલ ની બોટલ નંગ-૩ જે એક બોટલ કિ.રૂ-૪૦૦ લેખે બોટલ નંગ-૩ ની કિ,રૂ-૧૨૦૦ નો પ્રોહી મુદામાલ કબ્જે કર્યો હતો. તેમજ હાજર નહી મળી આવેલ આરોપી ભીમા પાંગા કટારાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.