પાણીના બગાડની મનપામાં ફરિયાદ કર્યાનો ખાર રાખી દંપતીને હડધૂત કર્યા

જુનાગઢના એમ.જી.રોડ નર્શીંગના ડેલા વિસ્તારમાં પાડોશી મહિલા સામે એટ્રોસીટીનો ગુન્હો દાખલ

જૂનાગઢ : જુનાગઢના એમ.જી.રોડ નર્શીંગના ડેલા વિસ્તારમાં પાડોશી મહિલા પાણીનો ખોટો બગાડ કરતી હોય તે અંગેની ફરિયાદ મનપાના કર્મચારીને કરવા મામલે આ પાડોશી મહિલાએ દંપતીને હડધૂત કર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે પાડોશી મહિલા સામે એટ્રોસીટીનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી નિતેષભાઇ વિરમભાઇ સોંદરવા (ઉવ.૪૭ રહે. એમ.જી.રોડ જી.ઇ.બી સામે નર્સીંગના ડેલામા જુનાગઢ હાલ રહે. રાજીવનગર ખોડીયાર મંદીર વાળી ગલીમા જુનાગઢ) એ આરોપી શીવાનીબેન લાલાણી (રહે.જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી બહેન ગઇ તા.૨૧ના રોજ સવારના આશરે સાડા પાંચ છ વાગ્યે તેના ઘરની બહાર પાણીનો ટાંકો રાખેલ છે તેમા મહાનગર પાલીકાનુ પાણી ભરતા હતા અને સાથે સાથે કપડા ધોતા હતા.

આ પાણી ડેલામાથી બહાર રોડ ઉપર જતુ હોય નગર પાલીકામા નોકરી કરતા રફીકભાઇએ શીવાનીબેન લાલાણીને કહેલ કે બહેન પાણીનો બગાડ ન કરો તમે જે કપડા ધોવ છો તેનુ પાણી છેક બહાર રોડ ઉપર નીકળે છે તો પાણીનો ઓછો બગાડ કરો તેમ કહેલ હોય જે બાબતની આ કામના ફરીયાદીએ રફીકભાઇને ફરીયાદ કરેલ છે તેવુ વિચારી આ શીવાનીબેન ફરીયાદી ઉપર એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો બોલી ફરીયાદીને જ્ઞાતી પ્રત્યે હડધુત કરી ત્યાર બાદ ફરીયાદીના પત્નિને પણ ગાળો બોલી જ્ઞાતી પ્રત્યે હડધુત કર્યા હતા. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.