વંથલી નગરપાલિકાના પુર્વ પ્રમુખની પથ્થર ચોરીના કેસમાં ધરપકડ

ધરપકડને લઈને તેમના સમર્થકોએ હોબાળો મચાવ્યો, પણ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી

જૂનાગઢ : વંથલી નગરપાલિકાના પુર્વ પ્રમુખ સામે થોડા સમય અગાઉ કબ્રસ્તાનના પથ્થર ચોરી કર્યાની ફરિયાદ નોંધાઈ હતી, આ કેસમાં તેઓએ ધરપકડથી બચવા માટે કરેલી આગોતરા જામીનની અરજી રદ થતા આખરે આજે પોલીસે વંથલી નગરપાલિકાના પુર્વ પ્રમુખની પથ્થર ચોરીના કેસમાં ધરપકડ કરી હતી. જો કે,ધરપકડને લઈને તેમના સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો. પણ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

વંથલી નગરપાલિકાના પુર્વ પ્રમુખ અને નગરપાલિકામાં શાસક પક્ષના નેતા સીરાજ વાઝા સામે અગાઉ કબ્રસ્તાનના પથ્થર ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. નગરપાલિકાના પુર્વ પ્રમુખ સામે પથ્થર ચોરીની ફરિયાદ બાદ તેઓએ પોલીસની ધરપકડથી બચવા સિરાજ વાઝાએ આગોતરા જામીન અરજી કરી હતી. પણ આગોતરા જામીન ન મળતા પોલીસે આજે કાર્યવાહી કરી હતી. જેમાં પાલિકાના પૂર્વ પ્રમુખ સીરાજ વાઝા પોતાના ઘરે હોવાથી પોલીસે ધરપકડની કાર્યવાહી કરી હતી. આ દરમિયાન ધરપકડને લઈને લોકોએ મચાવ્યો હોબાળો હતો. પણ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી અને પૂર્વ પ્રમુખને આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાશે તેમ જાણવા મળ્યું છે.