જાવીયા સ્કૂલના શિક્ષકે ઓનલાઈન કલાસમાં વિદ્યાર્થીઓને ગાળો ભાંડી

ઓનલાઈન કલાસમાં વિદ્યાર્થીઓને ગાળો ભાંડી હોવાનો વીડિયો વાયરલ થતા શિક્ષક ઉપર ફિટકારની લાગણી વરસી

જૂનાગઢ : જૂનાગઢની જાવીયા સ્કૂલના શિક્ષકે ઓનલાઈન કલાસમાં વિદ્યાર્થીઓને ગાળો ભાંડી હોવાનો બનાવ સામે આવતા વાલીઓમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. જેમાં ઓનલાઈન કલાસમાં વિદ્યાર્થીઓને ગાળો ભાંડી હોવાનો વીડિયો વાયરલ થતા શિક્ષક ઉપર ફિટકારની લાગણી વરસી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢની જાણીતી જાવીયા સ્કૂલના શિક્ષકનો ગાલી ગલોચનો વિડીયો વાઇરલ થયો છે. જેમાં સ્કૂલ બંધ દરમિયન ઓનલાઈનના કલાસ લેવાતા હતા. ત્યારે આ ઓનલાઈન કલાસ દરમિયાન અંકુર ગોંઢા નામના શિક્ષકે વિદ્યાર્થીઓને ગાળો આપી હતી. શિક્ષક જ આવું ખરાબ વર્તન કરતા ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ શિક્ષકની આ અસભ્ય ભાષાની ગેર વર્તનને લોકો સમક્ષ લાવવા માટે શિક્ષકના ગાલી ગલોચવાળા વીડિયોને વાયરલ કર્યો હતો. આ વીડિયો વાયરલ થતા વાલીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને વાલીઓએ આ શિક્ષક ઉપર ફિટકાર વરસાવ્યો હતો.