જુના મનદુઃખને લીધે અબોલા લેનાર કાકાને ભત્રીજાએ લાકડી ફટકારી

વિસાવદરના પ્રેમપરા ગામે મારામારીના બનાવમાં કાકાએ ભત્રીજા સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : વિસાવદરના પ્રેમપરા ગામે જુના મનદુઃખને લીધે અબોલા લેનાર કાકાને ભત્રીજાએ લાકડી ફટકારી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મારામારીના બનાવમાં કાકાએ ભત્રીજા સામે ફરિયાદ નોંધાવી છે.

વિસાવદર પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ગોગનભાઇ હરજીભાઇ માથાસુરીયા (ઉ.વ.૫૦ રહે.પ્રેમપર્રા તા.વિસાવદર)એ આરોપી જીવરાજભાઇ જગુભાઇ (રહે.પ્રેમપરા તા.વિસાવદર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીને આરોપી તેનો ભત્રીજો થતો હોય અને જુના મનદુ:ખના કારણે બોલતા ના હોય જેનુ મનદુ:ખ રાખી ફરિયાદીને માથાના તથા ગાલના ભાગે લાકડીના બે ઘા મારી મુંઢ ઇજાઓ કરી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.