જૂનાગઢના જોષીપરામાં ધોડીપાસાનો જુગાર રમતા ચાર ઝડપાયા

જૂનાગઢ : જૂનાગઢ બી ડીવીજન પોલીસે ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢના જોષીપરા જુનાગામ લાખાણી શેરીમાં જાહેરમાં ધોડીપાસા નામનો હાર-જીતનો જુગાર રમતા આરોપીઓ શંકરભાઇ બાબુભાઇ સોલંકી, નીતીનભાઇ રમણીકભાઇ જોંગીયા, મુકેશભાઇ કરશનભાઇ ચૌધરી, ચંદુભાઇ સવજીભાઇ ગોરડને ધોડી પાસ નંગ-૨ તથા રોકડા રૂ.૧૨,૧૯૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.