કેશોદના મેસવાણ ગામેં ખેતરની ઓરડીમા ધમધમતું જુગરધામ ઝડપાયું, ૧૪ની ધરપકડ

પોલીસની રેઇડ દરમિયાન ૬ આરોપીઓ નાસી છૂટ્યા, ૨ લાખથી વધુનો મુદામાલ કબ્જે

જૂનાગઢ : કેશોદ પોલીસે ગઈકાલે બાતમીના આધારે કેશોદના મેસવાણ ગામેં ખેતરની ઓરડીમા ધમધમતા મસમોટા જુગરધામને ઝડપી લીધું હતું. બે શખ્સો આ જુગરધામ ચલાવતા હતા. પોલીસે ઓચિંતા રેઇડ પાડતા જુગરીઓમાં પોલીસથી બચવા ભાગદોડ મચી ગઇ હતી. જેમાં છ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. બાદમાં પોલીસે ૧૪ આરોપીઓને ઝડપી લઈ ૨ લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો હતો.

કેશોદના મેસવાણ ગામની સીમમાં આરોપીઓ ગોપાલભાઇ ઉર્ફે ખુરી હરીભાઇ દેલવાડીયા તથા સંજય પાંચાભાઇ ભરડા વાળા બન્નેએ ગોપાલભાઇ ઉર્ફે ખુરીના મેસવાણ ગામના વાડી વિસ્તારમા ગણેશકુંડી જતા રસ્તે આવેલ કબ્જા ભોગવટાના ખેતરમા આવેલ ઓરડીમા પોતાના અંગત ફાયદા સારૂ બહારથી માણસો બોલાવી જુગરધામ ચલાવતા હોવાની બાતમી મળતા તે સ્થળે ગઈકાલે પોલીસ ઓચિંતા ત્રાટકતા જુગરીઓમાં પોલીસથી બચવા ભાગદોડ મચી ગઇ હતી.

પોલીસે ત્યાં જુગાર રમતા ગોપાલભાઇ ઉર્ફે ખુરી હરીભાઇ દેલવાડીય, દિનેશભાઇ કાળાભાઇ મારૂ, મોહનભાઇ હરીભાઇ કનેરીયા, કૈલાશભાઇ ગોરધનભાઇ કમાણી, જેઠાભાઇ કરશનભાઇ દેવધરીયા, ફનીફભાઇ કાસમભાઇ કોલાદ, પુંજાભાઇ મુળુભાઇ હડીયા, દિનેશભાઇ પરબતભાઇ કેશવાલા, ઇરફાનભાઇ આમદભાઇ બાઉદીન, બિપીનભાઇ મોહનભાઇ કનેરીયા, દેવજીભાઇ જીવાભાઇ સાવલીયા, મહમદભાઇ ભીખાભાઇ કાલવત, ગીરીશભાઇ પરસોતમભાઇ ખાનપરા, વિનયપરી જીવનપરીને ઝડપી લીધા હતા. જ્યારે છ આરોપીઓ નાસી છૂટ્યા હતા.

પોલીસે સ્થળ પરથી રોકડ રૂપીયા ૭૧૫૦૦, મોબાઇલ ફોન નંગ ૧૦ કી.રૂ.૧૪,૦૦૦ તથા મો.સા.નંગ-૫ જેની કિં.રૂ.૧,૨૦,૦૦૦ તથા ગંજીપતાના પાના નંગ ૧૦૪, તથા પાથરણા નંગ ૨ મળી કુલ કી.રૂ.૨,૦૫,૫૦૦ નું જુગારના સાહીત્ય કબ્જે કર્યું હતું. તેમજ નાશી જનાર આરોપીઓ પરેશ ઉર્ફે ભુરો નરોતમ લોઢીયા, સંજય પાંચાભાઇ ભરડા, રાજ જેસિંગભાઇ બાબરીયા, સોયેબભાઇ હલાણી, ઇકબાલ અલીભાઇ સિપાહી,અલ્તાફ કાજીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.