બાળકો રમતા હોય તેમાં તારાથી લાત કેમ મરાઇ તેમ કહેતા યુવક ઉપર હુમલો

વંથલીના નવાગામેં મારામારીના બનાવમાં ચાર પાડોશીઓએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : વંથલીના નવાગામેં બાળકોની તકરારમાં મોટેરાઓ ઝઘડી પડ્યા હતા. જેમાં બાળકો રમતા હોય તેમાં તારાથી લાત કેમ મરાઇ તેમ કહેતા યુવક ઉપર ચાર પાડોશીએ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આથી આ બનાવ અંગે યુવકે ચાર શખ્સો સામે માર મર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વંથલી પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મિતેષભાઇ વલ્લભભાઇ બગડા (ઉ.વ. ૨૮ રહે નવાગામ મહોબતપુર તા.વંથલી જી.જુનાગઢ) એ આરોપીઓ, બાલા જશા, હર્ષાબેન બાલાભાઇ, ધવલ બાલાભાઇ, અંજલીબેન બાલાભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તથા ફરીયાદીનો ભત્રીજો પ્રતાપ તથા એક આરોપીનો દીકરો બન્ને જણા રમતા હતા. તે દરમ્યાન એક આરોપીએ ફરીયાદીના ભત્રીજાને કોઇપણ કારણ વગર લાત મારી પછાડી દીધેલ તે દરમ્યાન ફરીયાદી ત્યા ગયેલ અને કહેલ કે બચ્ચા બચ્ચા રમતા હોય તો તારાથી લાત કેમ મરાઇ તેમ કહેતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ જેમ ફાવે તેમ ગાળો દેવા લાગેલ તે દરમ્યાન અન્ય આરોપીઓ આવી જઇ ફરીયાદોને આડેધડ ઢીકાપાટુનો માર મારી અને લોખંડના પાઇપ વડે ફરીયાદીને બન્ને પગમા પાઇપના ઘા મારી મુંઢ ઇજા કરી તથા ફરીયાદીના ભત્રીજાને પણ ખંભા પર પાઇપ મારી મુંઢ ઇજા કરી ફરીયાદીના ટાટીયા ભાંગી નાખવાની ધમકી આપી હતી.