જૂનાગઢના પરમઅવેડા વિસ્તારનો બુટલેગર પાસા હેઠળ જેલહવાલે

ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાસાના વોરંટની બજવણી કરી આરોપીને અમદાવાદની જેલમાં મોકલી દીધો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ પ્રોહીબીશનની પ્રવૃત્તિને નેસ્તનાબુદ કરવાના કામગીરીના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચની ટીમે જૂનાગઢના પરમઅવેડા વિસ્તારના પ્રોહી બુટલેગરને પાસા કાયદા હેઠળ સેન્ટ્રલ જેલ, અમદાવાદ ખાતે ધકેલે દીધો છે.

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહીબીશનની બદી નેસ્તનાબુદ કરવા તેમજ કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતીને જાળવી રાખવા સારૂં ગેર-કાયદેસર પ્રોહીબીશનની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા તથા તડીપાર જેવા અટકાયતી પગલા લેવા થયેલ સુચના મુજબ ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી અત્રે મોકલતા જિલ્લા કલેકટર તરફ પોલીસ અધિક્ષક મારફત મોકલતાં જિલ્લા કલેકટર દ્વારા આવી ગેર-કાયદેસર પ્રવૃતિની ગંભીરતા સમજી ત્વરીત જૂનાગઢ, ગાંધીગ્રામ, ધરમ અવેડા પાસે રહેતા પોહી બુટલેગર સરમણ કરણાભાઇ ભારાઇ રબારી (ઉ.વ.૨૪ રહે. ગાંધીગ્રામ, ધરમ અવેડા વિસ્તારઘ, સીટી બસ કોલોની, જૂનાગઢ) ની વિરૂધ્ધ તા.૨૯ જાન્યુઆરીના રોજ પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવેલ હતું.

જે પાસા વોરન્ટ ઇસ્યુ થયા બાદ સામાવાળાને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.એચ આઇ.ભાટીના માર્ગદર્શન હેઠળ પો.સ્ટાફના માણસો સતત વોચ તપાસમાં હતા. દરમ્યાન પો.સબ.ઇન્સ. ડી.જી.બડવા તથા પો.કોન્સ. ડાયાભાઇ કરમટા કરશનભાઇ કરમટા, ભરતભાઇ સોનારાને સંયુકતમાં બાતમી હકિકત મળેલ કે, સદર પાસા વોરન્ટનો આરોપી હાલ ગાંધીગ્રામ સીંધી સોસયાટી પાસે હોવાની હકિકત આધારે તપાસ કરતા આરોપી હાજર મળી આવતા હસ્તગત કરી કોવીડ-૧૯ ટેસ્ટ નેગેટીવ આવતા તા.ર૪ ના રોજ અટક કરી સેન્ટ્રલ જેલ, અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવેલ છે.