વંથલીના સાંતલપુર ધાર ખાતેથી બે ઇસમો દેશી હાથ બનાવટની બંદૂક સાથે ઝડપાયા

ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે આરોપીઓને દબોચી લીધા

જૂનાગઢ : જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સૂચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીનાં માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા અને ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા માટે જૂનાગઢ ક્રાઇમ બ્રાંચની ટીમે સઘન તપાસ ચલાવી વંથલીના સાંતલપુર ધાર ખાતેથી બે ઇસમો દેશી હાથ બનાવટની બંદૂક સાથે ઝડપી લીધા હતા.

જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમને તા.૨૪ ના રોજ ચોકકસ હકિકત મળેલ કે, વંથલી તાબેના દિલાવરનગરમાં રહેતો કાકૂલ અબ્દુલ ગામેતીએ પોતાની પાસે ગે.કા. રીતે હાથબનાવટની દેશી જામગરી છૂપાવીને રાખેલ છે અને તે આ જામગરી સાથે હાલ દિલવરનગર પાછળના ભાગે ગેસ એજન્સી પાસે આ જામગરી સાથે બાવળની કાટમાં છુપાયેલ છે અને તેણે દુધીયા કલરનો શર્ટ તથા ક્રિમ કલરનું પેન્ટ પહેરેલ છે. તેવી ચોક્કસ હકિકત મળતા હકિકત વાળી જગ્યા દિલાવરનગર ગેસ એજન્સી પાસે આવી ગેસ એજન્સી પાછળ આવેલ બાવળી કાટમાં હકિકત અંગે તપાસ કરતાં એક ઇસમ કાકુલ અબ્દુલભાઇ જુણેજા (ઉ.વ.૪૨ રહે, દિલાવરનગર, ગેસ એજન્સીની બાજુમાં)ને દેશી હાથ બનાવટની જામગરી નંગ-૨ સાથે પકડી લીધો હતો.

બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોકકસ હકિકત મળેલ કે, વંથલી તાબેના સાંતલપુર ધારે રહેતા અલ્લાઉદીન ગનીભાઇ ગામતીએ પોતાની પાસે ગે.કા. રીતે હાથ બનાવટની દેશી જામગરી છૂપાવીને રાખેલ છે અને તે આ જામગરી સાથે હાલ સાંતલપુર ધાર નજીક ઉભો છે અને તેવી ચોકકસ હકિકત મળતા તેવી ચોકકસ હકિકત મળતા જગ્યાએ તપાસ કરતા સાંતલપુર ધાર નજીક આવતા સાતલપુર ધારે છુપાઇને ઉભેલા આરોપી અલ્લાઉદીન ગનીભાઇ લાડક (ઉ.વ.૨૫ રહે.સાંતલપુર ધાર, સરકારી બાથરૂમ પાસે તા.વંથલી)ને દેશી હાથ બનાવટની જામગરી નંગ-૧ સાથે ઝડપી લીધો હતો.

આ કામગીરી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ, એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ. ડી.જી.બડવા તથા એ.એસ.આઇ. એસ.એ.બેલીમ તથા પો. હેડ કોન્સ. યશપાલસિંહ જાડેજા, જીતેષ મારૂ તથા પો.કોન્સ. દિપકભાઇ બડવા તથા ભરતભાઇ ઓડેદરા, દિવ્યેશકુમાર ડાભી, ડા.પો.કોન્સ. વરજાંગભાઇ બોરીચા સહિતના જોડાયા હતા.